સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ગુરુવાર, 24 મે, 2012

ગોવિંદો પ્રાણ અમારો


ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રેગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇના મહેલમાં રે, હરિસંતોનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસગોવિંદો પ્રાણ અમારો રે
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીંરાને હાથ,
સાધુની સંગત છોડીને મીરાં, વસો અમારી સાથગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ,
રાજપાટ છોડી તમે રાણાજી,વસો સંતોની સાથગોવિંદો પ્રાણ અમારો રે
વિષનાં પ્યાલા રાણાએ મોકલ્યા, દે જો મીંરાને હાથ,
અમૃત માની મીંરા પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથગોવિંદો પ્રાણ અમારો રે
સાંઢવાળા સાંઢ શણગારજે રે , મારે જાવું સો-સો કોશ,
રાણાજીનાં દેશમાં મારે, જળ રે પીવાનો દોષગોવિંદો પ્રાણ અમારો રે
ડાબો મેલ્યો મેવાડને મીંરા, સંચર્યા પશ્ચિમમાં ય,
સર્વ છોડી મીંરા નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંયગોવિંદો પ્રાણ અમારો રે
સાસુ અમારી સુષુમણાને સસ્રો પ્રેમ સંતોષ,
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષગોવિંદો પ્રાણ અમારો રે
ચુંદડી ઓઢું તો રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,
ઓઢું હું કાળૉ કામળો બીજો દાગ ન લાગે કોયગોવિંદો પ્રાણ અમારો રે
મીંરા હરિની લાડલી રે, રહેતી સંત હજૂર,
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂરગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ

ટિપ્પણીઓ નથી: