![]() | શાળાની પ્રાર્થના
|
સુવિચાર
મંગળવાર, 22 મે, 2012
શાળાનો પ્રાર્થના કાર્યક્રમ
સ્વાગત ગીત
સ્વાગત ગીત
આવો મહેમાન અમ આંગણિયે રે.....આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....
સ્વાગત ગીત
સ્વાગત ગીત
મોંઘેરા મહેમાન તમે આંગણે આવો રે,
તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………… મોંઘેરા મહેમાન
તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………… મોંઘેરા મહેમાન
ગંગાના જળથી અમે મારગ ધોઈએ રે,
ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે…………. મોંઘેરા મહેમાન
ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે…………. મોંઘેરા મહેમાન
સાથિયા પૂરાવી અમે દીવા કરીએ રે,
પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે…………. મોંઘેરા મહેમાન
પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે…………. મોંઘેરા મહેમાન
ભાલે કંકુ ચોખાનું તિલક કરીએ રે,
ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે…………… મોંઘેરા મહેમાન
ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે…………… મોંઘેરા મહેમાન
ફૂલોની મઘમઘતી માળા આજ પહેરાવીએ રે,
કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે……….. મોંઘેરા મહેમાન
કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે……….. મોંઘેરા મહેમાન
રાધા-કૃષ્ણ કવિતાઓ
નરસિંહ મહેતા
કૃષ્ણકીર્તન વિના નર સદા સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ ન થાયે,
સકળ તીરથ શ્રીકૃષ્ણ કીર્તન-કથા, હરિ તણા દાસ જ્યાં હેતે ગાયે. કૃ…
પૂર્ણ પુરુષોત્તમ, નવલરંગી તજી, અન્ય દેવે જેનું મન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે. કૃ…
ગર્ગ જોશી જશ ગાય જેનો સદા, નારદ નામ મુખથી ન મૂકે;
તે બ્રહ્મદ્વાર આવીને ઊભા રહ્યા, ગોપિકા મુખ જોવાને ઢૂંકે. કૃ…
અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં, નેતિ નેતિ કહી નિગમ વામે;
નરસૈંયો રંક જશ ગાઇને રીઝવે, સહસ્ત્રમુખે શેષ પાર ન પામે. કૃ…
=======================================================
કાહેકો?/સુંદરમ્
કાહેકો રતિયા બનાઇ?
નહીં આતે, નહીં જાતે મનસે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઇ? કાહેકો..
હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઇ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઇ? કાહેકો…
ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઇ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઇ. કાહેકો…
હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઇ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઇ ! કાહેકો….
નોંધ:છેલ્લી કડી જાણે મીરા ગાતી હોય એવું ભાસે છે.
પ્રાર્થનાઓ
ઇતની શક્તિ હમેં દેના
ઇતની શક્તિ હમેં દેના દાતા,
મનકા વિશ્વાસ કમજોર હો ના
હમ ચલેં નેક રસ્તે પે હમસે,
ભૂલકર ભી કોઇ ભૂલ હોના…
ઇતની
દૂર અજ્ઞાન કે હો અંધેરે,
તૂ હમેં જ્ઞાનકી રોશની દે
હર બુરાઇ સે બચતે રહેં હમ,
ઇતની ભી દે ભલી જિંદગી દે
બૈર હો ના કિસીકા કિસીસે,
ભાવના મનમેં બદલેકી હો ના…
ઇતની
હમ ના સોચેં હમે ક્યા મિલા હૈ,
હમ યે સોચે કિયા ક્યા હૈ
અર્પણ ફૂલ ખુશિયોં કે બાંટે સભીકો,
સબકા જીવન ભી બન જાયેં મધુબન
અપના કરુણા કા જલ તૂ બહાકે,
કર દે પાવન હર એક મનકા કોના…
ઇતની
હર તરફ જુલ્મ હૈ બેબસી હૈ,
સહમા સા હર આદમી હૈ
પાપકા બોઝ બઢતા હી જાયે,
જાને કૈસે યે ધરતી થમીં હૈ
બોઝ મમતા સે તૂ યે ઉઠાયે,
તેરી રચનાકા ભી અંત હોના…
ઇતની
હમ અંધેરે મેં હૈં રોશની દે,
ખો ન દેં ખુદકો હી દુશ્મની સે
હમ સજા પાયેં અપને કિયે કી,
મૌત ભી હો તો સહલેં ખુશીસે
કલ ગુજરા હૈ ફિર સે ના ગુજરે,
આને વાલા કલ
વહ કલ જૈસા હો ના હમ ચલેં….
ઇતની શક્તિ…
(બાર)
કરો રક્ષા વિપદમાંહી /રવીન્દ્રનાથ ટાગોર
(ગઝલ)
કરો રક્ષા વિપદમાંહી, ન એવી પ્રાર્થના મારી;
વિપદથી ના ડરું કો દિ’; પ્રભુ , એ પ્રાર્થના મારી.
ચસહું દુ:ખ્ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી;
સહુ દુ:ખો શકું જીતી, પ્રભુ , એ પ્રાર્થના મારી.
સહાયે કો ચડી આવી, ન એવી પ્રાર્થના મારી;
તૂટો ના આત્મબળ દોરી, પ્રભુ , એ પ્રાર્થના મારી.
મને છળ-હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી;
ડગું ના આત્મપ્રતીતિથી, પ્રભુ , એ પ્રાર્થના મારી.
પ્રભુ, તું પાર ઉતારે, ન એવી પ્રાર્થના મારી;
તરી જાવા ચહું શક્તિ, પ્રભુ , એ પ્રાર્થના મારી.
તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી;
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ , એ પ્રાર્થના મારી
. સુખી દિને સ્મરું ભાવે, દુ:ખી અંધાર રાત્રીએ;
ન શંકા તું વિષે આવે, પ્રભુ , એ પ્રાર્થના મારી.
(તેર)
ૐ તત્સત્
સર્વધર્મ પ્રાર્થના/વિનોબા
ૐ તત્સત શ્રી નારાયણ તૂ, પુરુષોત્તમ ગુરુ તૂ;…
ૐ તત્ સિદ્ધ-બુદ્ધ તૂ, સ્કંદ વિનાયક, સવિતા પાવક તૂ.
બ્રહ્મ મજ્દ તૂ, યહવ શક્તિ તૂ; ઇશુ-પિતા પ્રભુ તૂ; …
ૐતત્ રુદ્ર-વિષ્ણુ તૂ, રામકૃષ્ણ તૂ,
] રહીમ તાઓ તૂ વાસુદેવ ગો-વિશ્વરૂપ તૂ,
ચિદાનંદ હરિ તૂ, અદ્વિતીય તૂ,
અકાલ નિર્ભય, આત્મ-લિંગ શિવ તૂ
(ચૌદ)
ફાતેહા(ઇસ્લામી બંદગી) અનુવાદક: જુગતરામ દવે
બિસ્મિલ્લહ ઇર્ રહમાન ઇર્ રહીમ !
અલ્લા કે નામસે,
રહમાન કે નામસે,
રહીમ કે નામસે !
ગુણગાન એક ઉસીકા,
ગુણગાન એક ઉસીકા-
જો માલિક હૈ,
જો પાલક હૈ,
જો વિશ્વ સકલ કા ચાલક હૈ,
જો ક્યામતકા અધિનાયક હૈ,
ગુણગાનોં કા વહ માલિક હૈં !
તુજ હી કો હમ ભજતે હૈં,
તેરી હી આશા કરતેં હૈં !
બિસ્મિલ્લાહ ઇર્ રહમાન, ઇર્ રહીમ !
અલ્લાહ કે નામસે,
રહમાન કે નામસે,
રહીમ કે નામસે !
યા અલ્લાહ ! યા અલ્લાહ !
બતા હમેં વહ સીધી રાહ—
તેરી રહમોંકે અધિકારી,
ચલતે આયે હૈં જિસ રાહ;
ઉલ્ટી રાહોંસે જો ચલતે,
તેરી ખૌફોં સે જો જલતે–
ઐસોં કી જો પાપી રાહ,
બચા હમેં ઉસસે અલ્લાહ !
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ‘ચિત્રભાનુ’
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સક્લ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે,
, પ્રભુ એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા, ગુણીજાન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે.
મૈત્રીભાવનું…
દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે.
મૈત્રીભાવનું …
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ માર્ગની, તો યે સમતા ચિત્ત ધરું.
મૈત્રીભાવનું…
ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેર-ઝેરનાં પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે.
મૈત્રીભાવનું…
(સોળ)
નવકારનો મહિમા
સમરો મંત્ર ભલો નવકાર, જે છે ચૌદ પૂર્વનો સાર,
એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદ્ધાર
. સુખમાં સમરો, દુ:ખમાં સમરો, સમરો દિવસને રાત
, જીવતાં સમરો, મરતાં સમરો, સમરો સૌ સંગાથ…
સમરો…
જોગી સમરે, ભોગી સમરે, સમરે, સમરે રાજા રંક,
દેવો સમરે, દાનવ સમરે, સમરે સૌની સંગાથ…
સમરો…
અડસઠ અક્ષર એના જાણો અડસઠ તીરથ સાર,
આઠ સંપદાથી પરમાણો, અષ્ટ સિદ્ધિ દાતાર…
સમરો…
નવપદ એના નવનિધિ આપે, ભવભવના દુ:ખ કાપે,
વીર વચનને હ્રદયે સ્થાપે, પરમાતમ પદ પામે…
સમરો…
સમરો મંત્ર ભલો નવકાર, એના મહિમાનો નહિ પાર.
*-*******************************************
(1) ધન્ય પ્રભુ!
ધન્ય મળ્યાં બે નયણાં નાનાં દર્શન કરવા તારું,
બે નાનકડા કાન ગાન પ્રભુ ! તારું સુણવા સારુ.
હાથ રૂપાળા બે નાનકડા સેવા પ્રભુ ! તુજ કરવા,
થનગનતા બે પગ પ્રભુ ! દોડી તુજ સન્મુખ સંચરવા.
નામ મધુર પ્રભુ ! જપવા તારું ધન્ય જીભ આ નાની,
મારે નાનકડે હૈયે પ્રભુ ! હોંસ તને ભજવાની.
પ્રભુ ! હું તારું બાળક નાનું, સચરાચરના સ્વામી !
જય હો જય જગ-જીવનમાં તુજ, મારા અંતરજામી !
***
સાથે રમીએ સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ,
કાયમ રહેજો આપણી સાથે, ઘટઘટ વસતા શ્રીભગવાન.
***
દિનરાત સુગંધ રહે ફૂલમાં,
પ્રભુ એમ રહો અમ અંતરમાં,
અમ અંતરમાં, અમ જીવનમાં,
પ્રભુ એમ રહો અમ અંતરમાં.
=========================
(2)ઓ ઇશ્વર !
ઓ ઇશ્વર ! ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરી અમે, તો પ્રભુ કરજે માફ.
ઓ ઇશ્વર ! તમને નમી, માગું જોડી હાથ,
આપો સારા ગુણ ને સુખમાં રાખો નાથ.
મન વાણી ને હાથથી કરીએ સારાં કામ,
એવી બુદ્ધિ દો અને પાળો બાળ તમામ.
**
ઓ ઇશ્વર ! તું એક છે, સરજ્યો તેં સંસાર;
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધાં તૈયાર.
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ;
તે તો સઘળા તેં રચ્યા, જબરું તારું જોમ.
અમને અદકાં જ્ઞાન-ગુણ, તેનો તું દાતાર;
ભૂલ પાપી પ્રાણિયા, એ તારૌપકાર.
કાપ ક્લેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ;
કાપ કુમતિ કરુણા કરી, કાપ કષ્ટ સુખ આપ.
–કવિ દલપતરામ
========================
(3) પંચદેવ સ્તવન
પહેલા સમરું ગનપતિ દેવા, વિઘન દેજો કાપી,
બીજે સમરું શારદા માતા, વાણી નિર્મળ આપી,
ત્રીજે સમરું માતપિતાને, સદ્ બુદ્ધિ બહુ આપી,
પુનિત પંચમ પરમેશ્વરને, માનવ પદવી આપી.
===================================
(4) પિતા, અમે તુજ બાળકો
પિતા, અમે તુજ બાળકો,
ચલાવ ઝાલી હાથ,
કર જોડી સૌ માગીએ,
નિત તારો સંગાથ.
જગમાં સૌ સુખિયાં હજો,
સાજા રહો સદાય;
ભલું હજો સૌ કોઇનું ,
દુ:ખ હજો ન જરાય,
સુણીએ રૂડું કાનથી,
રૂડું નીરખો નેણ;
હાથે રૂડાં કામ હો,
રૂડાં નીસરો વેણ.
======================================
(5) જીવન અંજલિ થાજો !
જીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીન-દુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સત્ ની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વનથાક્યા ચરણો મારાં નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો ;
શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો !
કરસનદાસ માણેક
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)