નરસિંહ મહેતા
કૃષ્ણકીર્તન વિના નર સદા સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ ન થાયે,
સકળ તીરથ શ્રીકૃષ્ણ કીર્તન-કથા, હરિ તણા દાસ જ્યાં હેતે ગાયે. કૃ…
પૂર્ણ પુરુષોત્તમ, નવલરંગી તજી, અન્ય દેવે જેનું મન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે. કૃ…
ગર્ગ જોશી જશ ગાય જેનો સદા, નારદ નામ મુખથી ન મૂકે;
તે બ્રહ્મદ્વાર આવીને ઊભા રહ્યા, ગોપિકા મુખ જોવાને ઢૂંકે. કૃ…
અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં, નેતિ નેતિ કહી નિગમ વામે;
નરસૈંયો રંક જશ ગાઇને રીઝવે, સહસ્ત્રમુખે શેષ પાર ન પામે. કૃ…
=======================================================
કાહેકો?/સુંદરમ્
કાહેકો રતિયા બનાઇ?
નહીં આતે, નહીં જાતે મનસે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઇ? કાહેકો..
હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઇ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઇ? કાહેકો…
ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઇ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઇ. કાહેકો…
હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઇ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઇ ! કાહેકો….
નોંધ:છેલ્લી કડી જાણે મીરા ગાતી હોય એવું ભાસે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો