સુવિચાર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ગુરુવાર, 24 મે, 2012

આત્માનો સૂર….


વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા

 વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા

દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો

મમ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભુલો પડી ભવરણે ભટકું ભવાની,

સુઝે નહીં લગીર કોઇ દિશા જવાની

 ભાસે ભયંકર વળી મનના ઉતાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

 આ રંકને ઉગરવા નથી કોઇ આરો

જન્માંધ છું જનની હું ગ્રહી હાથ મારો

ના શું સુણો ભાગવતી શિશુનાં વિલાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું

કોને કહું કઠણ યોગ તણો બળાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

હું કામ, ક્રોધ ,મદ,મોહ થકી છકેલો

આડંબરે અતિ ઘણૉ મદથી બકેલો

દોષો થકી દુષિત ન કરી માફ પાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ના શાસ્ત્રનાં શ્રવણ નુ પયપાન કીધું

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું

 શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

 રે રે ભવાની બહુ ભૂલ થૈ જ મારી

આ જિંદગી થઇ મને અતિશે અકારી

દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો

બ્રહ્માંડમાં અણુ અણૂ મહીં વાસ તારો

શક્તિનાં માપ ગણવા અગણિત માપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો

ખોટો ખરો ભગવતી પણ હું તમારો

જડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શીખે સુણે રસિકચંદ જએક ચિત્તે

તારા થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે

વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી સદગુરુનાં ચરણમાં રહીને યજું છું

રાત્રિ દિને ભગવતી તુજને નમું છું

સદભક્ત સેવક તણા પરિતાપ છાપો;

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર વિષે અધિક ઉર્મી થતાં ભવાની

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃગાણી

સંસારના સકળ રોગ સમૂળ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ગોવિંદો પ્રાણ અમારો


ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે નાવે રેગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇના મહેલમાં રે, હરિસંતોનો વાસ,
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસગોવિંદો પ્રાણ અમારો રે
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીંરાને હાથ,
સાધુની સંગત છોડીને મીરાં, વસો અમારી સાથગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ,
રાજપાટ છોડી તમે રાણાજી,વસો સંતોની સાથગોવિંદો પ્રાણ અમારો રે
વિષનાં પ્યાલા રાણાએ મોકલ્યા, દે જો મીંરાને હાથ,
અમૃત માની મીંરા પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથગોવિંદો પ્રાણ અમારો રે
સાંઢવાળા સાંઢ શણગારજે રે , મારે જાવું સો-સો કોશ,
રાણાજીનાં દેશમાં મારે, જળ રે પીવાનો દોષગોવિંદો પ્રાણ અમારો રે
ડાબો મેલ્યો મેવાડને મીંરા, સંચર્યા પશ્ચિમમાં ય,
સર્વ છોડી મીંરા નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંયગોવિંદો પ્રાણ અમારો રે
સાસુ અમારી સુષુમણાને સસ્રો પ્રેમ સંતોષ,
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષગોવિંદો પ્રાણ અમારો રે
ચુંદડી ઓઢું તો રંગ ચૂવે રે, રંગબેરંગી હોય,
ઓઢું હું કાળૉ કામળો બીજો દાગ ન લાગે કોયગોવિંદો પ્રાણ અમારો રે
મીંરા હરિની લાડલી રે, રહેતી સંત હજૂર,
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂરગોવિંદો પ્રાણ અમારો રે
મીંરાબાઇ

બુધવાર, 23 મે, 2012

એક જ દે ચિનગારી,


એક જ દે ચિનગારી, મહાનલ !
.                          એક જ દે ચિનગારી.
ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં
.                          ખરચી  જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
.                          ન ફળી મહેનત મારી… મહાનલ0
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
.                         સળગી  આભ અટારી;
ના સળગી એક સગડી મારી,
.                        વાત  વિપતની ભારી… મહાનલ0
ઠંડીમાં   મુજ   કાયા   થથરે,
.                      ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
.                      માગું એક ચિનગારી… મહાનલ0
-હરિહર ભટ્ટ
(જન્મ: ૦૧-૦૫-૧૮૯૫, મૃત્યુ: ૧૦-૦૩-૧૯૭૮)

મંગળવાર, 22 મે, 2012

શાળાનો પ્રાર્થના કાર્યક્રમ


શાળાની પ્રાર્થના

ध्यान मंत्र

ૐपूळँमद: पूळँमिदम पूळति पळँमुदच्यते।
पूळँस्य पूळँमादाय पूळँमेवात्वशिच्यते।।

या कून्देन्दुतुषाहार धवला या शुभ्रवस्त्रावृत्ता
या वीळा वरदन्डमन्डितकरा या श्र्वेंतपद्मासन।
या ब्रह्माच्युत शड्कर प्रभुतिमिदेँ वै सदावन्दिता
सामांपातु सरस्वती भगवती नि:शैष जाडयापहा।।

તેજસ્વી પ્રાણવાન થાજો સદા શિક્ષણ આપણું,
ન કદાપિ થજો ભિન્ન વિદ્રેષે મન આપણું.

સ્વાગત ગીત

આવો મહેમાન અમ આંગણિયે રે.....
આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....

રાષ્ટ્ર ગીત

જનગણમન અધિનાયક જય હે-
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ, સિંધ, ગુજરાત,મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, બંગ
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા
ઉચ્છલ-જલધિ તરંગ
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ જય ગાથા
જનગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે!જય હે!જય હે!
જય જય જય જય હે-

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરી અંતરતર હે! (૨)
નિર્મળ કરી ઉજ્જવળ કરી, સુંદર કરો હે..(૨)
અંતરતર
જાગ્રત કરી ઉઘત કરો નિર્ભય કરી હે, (૨)
મંગલ કરો નિરલસ નિરલસ નિ:સંશય કરો હે..અંતર
યુકત કરો હે સાબાર સંગે, મુકત કરો હે બંધ (૨)
સંચાર કરો, સકલ ધર્મે શાંત તોમાર છંદ..(૨)
અંતરતર
ચરણ પદ્મ મમ ચિત નિસ્પંદિત કરો હે (૨)
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો, હે...
અંતરતર

વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈજાણેરે
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણેરે.
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેનીરે
વાચ કાછ મન નિશ્ર્વલ રાખે ધનધન જનની તેનીરે
સમદ્રષ્ટિને તૃષ્ણાત્યાગી પરસ્ત્રી જેને માતરે
જિહવા થકી અસત્યન બોલે પરધન નવ ઝાલેહાથરે
મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાંરે
રામ નામ શું તાળી લાગી સકળ તીરથ તેના તનમાંરે
વણ લોભીને કપટરહિત છે કામ ક્રોધ નિવાર્યારે
ભણેનરસૈયો તેનુ દરશન કરતાં કુળ ઈકોતેર તાર્યારે.


દિન વિશેષ.

સમાચાર સમીક્ષા- સોમવાર
વિદ્યાર્થી દિન- મંગળવાર
વિકસતું વિજ્ઞાન- બુધવાર
પાથેય- ગુરૂવાર
જ્ઞાન ગોષ્ઠિ- શુક્રવાર
સમૂહ પ્રાર્થના- શનિવાર
શિક્ષક દિન- શનિવાર

રાષ્ટ્રગીત
મૌન
ધ્યાન મંત્ર
દૈનિક પ્રાર્થના
સમાચાર વાંચન
દિન વિશેષ

પ્રેમળ જયોતિ

પ્રેમળ જયોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ
દૂર પડયો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ- ઉજાળ ૧
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય.
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલુ બસ થાય,
મારે એક ડગલું બસ થાય. ૨
આજ લગી રહયો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગુ તુજ આધાર. ૩
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ. ૪
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમ ભેર
નિશ્ર્વ મને તે સ્થિર પગલેથી ચલાવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જયોતિની સેર. ૫
કર્મભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતાં જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્રાર. ૬
રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ
દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હદય વસ્યાં ચિરકાળ
જે મેં ખોયાં હતાં ક્ષણવાર. ૭

મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો
જીવનવન અતિવેગે વટાવ્યું
દવારઉભો શિશુભોળો
તિમિર ગયુને જયોતિ પ્રકાશ્યો
શિશુને ઉરમાંલો લો
નામ મધુર તમ રળ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો
દિવ્ય તૃષાનુર આવ્યો બાળક
પ્રેમ અમીરસ ઢોળો
દયામય મંગલ મંદિર ખોલો

મૈત્રીભાવનું ઝરણું

મૈત્રિ ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્ર્વનું, એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભણેલા ગુણીજન દેખી, હેયું મારૂ નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય ધરે,
દીન ક્રુર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે,
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉંપેક્ષા એ મારગની, તોય સમતા ચિત ધરૂં
ચદ્રપ્રભાની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે.
મૈત્રિ ભાવનું.

જીવન અંજલિ

મંગળવાર
જીવન અંજલિ થાજો!
મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીન દુખિયાંનાં આંસુ લો, તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!
વણ થાકયા ચરણો મારા નિત તારી સમીપે થાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!
વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!
(“મધ્યાહન”)

પ્રભો અંતરયામી

પ્રભો!અંતર્યામી!જીવન જીવના!દીન શરણા!
પિતા!માતા!બંધુ!અનુપમ સખા!હિતકરણા!
પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્વ જનના!
નમુ છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના!
વસે બ્રહ્માડોમાં, અમ ઉંર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો
નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો.
નમું કોટી વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો
અસત્યો માંહેથી પ્રભુ!પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારેથી પ્રભુ!પરમ તેજે તું લઈ જા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા
તું હીણો હું છું તો તુજ દરસના દાન દઈ જા.
-કવિ નાનાલાલ

શનિવાર

પ્રાત:સ્મરામિ હદિ સંસ્ફુરદ્ર આત્મ તત્વમ
સત્-ચિત્-સુખં પરમ હંસ-ગતિં તુરીયમ્ ।
યત્ સ્વપ્ન-જાગર-સુષુપ્તમ્ અવૈતિ નિત્યમ્
તદ બ્રહ્મ નિષ્કલમ્ અહંન ચ ભૂત સઘ ।। ૧ ।।
કરાગ્રે વસતે લક્ષ્મી:કરમૂલે સરસ્વતી ।
કર મધ્યે તું ગોવિંદ:પ્રભાતે કર દર્શનમ્ ।। ૨ ।।
સમુદ્ર વસને દેવિ!પર્વત સ્તન મડલે ।
વિષ્ણુ પત્નિ!નમસ્તુભ્યં પાદ સ્પર્શ ક્ષમસ્વમે ।। ૩ ।।
શુકલાં બ્રહ્મ વિચારસાર પરમા માદ્યાં જગદવ્યાપિની
વીણા પુસ્તક ધારિણીમભયદા જાડયાન્ધ કારા પહામ્ ।
હસ્તે સ્ફાટિક માલિકાં વિદ્રતીં પદમાસને સંસ્થિતામ્
વન્દે તાં પરમેશ્ર્વેરી ભગવતી બુધ્ધિપ્રદાં શારદામ્ ।। ૪ ।।
ગુરુ ર્બ્રહ્મા ગુરુ વિષ્ણુ:ગુરુર્દેવો મહેશ્વર:

સ્વાગત ગીત

સખી શણગારો આજ આખા ગામને રે,
મારે આંગણે વધાવું મહેમાનને રે.....સખી.....
સૌ આદર આપીને કરો વંદનો રે,
આવો ઉત્સવ ઉજવીએ આનંદના રે.....સખી.....
આજ સ્વર્ણિમજ્યોતિ કેવી દીપતી રે,
ચાલો કરીએ સંકલ્પ રહે પ્રગતિ રે.....સખી.....
સાથે કન્યા કેળવણી આવશે રે,
એ તો જ્ઞાનનાં દીપક જલાવશે રે.....સખી.....
જાણે આકાશે તારલિયા ટમકે રે,
મારું ગુજરાત ઝાઝેરું ઝળકે રે.....સખી.....

છંદ

જય સ્વર્ણિમ ગુજરાત, જય નિર્મળ ગુજરાત,
જય ગરવી ગુજરાત, ગાન કરીએ રે.......
મારું તારું ગુજરાત, સહિયારું ગુજરાત,
સેવા સુરક્ષા સન્માન કરીએ રે.......
પંચશક્તિ જ્યાં હોય, પછી ભક્તિ પણ હોય,
એમાં પ્રગતિની પહચાન કરીએ રે.......
જેમાં જ્યોતિ પણ હોય, જલધારા પણ હોય,
હવે સંકલ્પ પ્રાણવાન કરીએ રે....

સ્વાગત ગીત


સ્વાગત ગીત

આવો મહેમાન અમ આંગણિયે રે.....
આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....

સ્વાગત ગીત

સ્વાગત ગીત

મોંઘેરા મહેમાન તમે આંગણે આવો રે,
તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………… મોંઘેરા મહેમાન
ગંગાના જળથી અમે મારગ ધોઈએ રે,
ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે…………. મોંઘેરા મહેમાન
સાથિયા પૂરાવી અમે દીવા કરીએ રે,
પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે…………. મોંઘેરા મહેમાન
ભાલે કંકુ ચોખાનું તિલક કરીએ રે,
ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે…………… મોંઘેરા મહેમાન
ફૂલોની મઘમઘતી માળા આજ પહેરાવીએ રે,
કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે……….. મોંઘેરા મહેમાન

રાધા-કૃષ્ણ કવિતાઓ


નરસિંહ મહેતા

કૃષ્ણકીર્તન વિના નર સદા સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ ન થાયે,
 સકળ તીરથ શ્રીકૃષ્ણ કીર્તન-કથા, હરિ તણા દાસ જ્યાં હેતે ગાયે.  કૃ…
પૂર્ણ પુરુષોત્તમ, નવલરંગી તજી, અન્ય દેવે જેનું મન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.        કૃ…
ગર્ગ જોશી જશ ગાય જેનો સદા, નારદ નામ મુખથી ન મૂકે;
તે બ્રહ્મદ્વાર આવીને ઊભા રહ્યા, ગોપિકા મુખ જોવાને ઢૂંકે.       કૃ…
અજ ભવ સુરપતિ સ્વપ્ને પેખે નહીં, નેતિ નેતિ કહી નિગમ વામે;
નરસૈંયો રંક જશ ગાઇને રીઝવે, સહસ્ત્રમુખે શેષ પાર ન પામે.    કૃ…
=======================================================
કાહેકો?/સુંદરમ્
કાહેકો રતિયા બનાઇ?
નહીં આતે, નહીં જાતે મનસે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઇ?      કાહેકો..
હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઇ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઇ?     કાહેકો…
ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઇ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઇ.               કાહેકો…
હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઇ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઇ !           કાહેકો….
નોંધ:છેલ્લી કડી જાણે મીરા ગાતી હોય એવું ભાસે છે.